ચારણ-ગઢવી જીવનસાથી એપ્લિકેશન..

આપણા ચારણ સામજની શૈક્ષણિક પાયાની જરૂરીયાતો પછીની સૌથી મોટી સમસ્યા તથા સળગતો પ્રશ્ન હોય તો એ છે..આપણા સમાજના યુવક/યુવતીઓને સગાઇ માટે સારા પાત્ર મળવાનો છે..આપણી પાસે સમાજની સાચી અને પુરી માહિતી નથી.. આખો સમાજ સોસિયલ મિડીયા ઉપર લાઇવ છે..છતાં સમગ્ર દેશમાં કેટલા ચારણો ના ઘર છે..આપણી કેટલી વસ્તી છે..એ માટે ની કોઇ નક્કર ચોક્કસ માહિતી આપણી પાસે નથી.. આ માટે આપણે “ચારણ-ગઢવી એપ્લિકેશન” પણ બનાવી છે..જેમાં હજુ પુરતા ડેટા આવ્યા નથી..કદાચ એમાં હજુ વાર લાગશે..એટલે આપણે માત્ર લગ્ન-વિષયક મુ્દ્દાને જ પ્રાદ્યાન્ય આપી એક નવી એપ્લિકેશન બનાવી રહ્યા છીએ..જેમાં ઘણી વિશેષ તકેદારી રાખી સમગ્ર ચારણ સમાજ સહર્ષ સ્વિકારે અને આ એપ્સનો ભરપુર ઉપયોગ એ અભિગમ સાથે બનાવી રહ્યા છીએ..: